બંધ કરો

દેવની મોરી

ગુજરાતમાં સદીઓ પહેલાં બૌદ્રિષ્ઠોનુ અસ્તિત્વ હતુ . દેવની મોરી શામળાજીથી બે કિલોમીટરના અંતરે અને અરવલ્લી જિલ્લાના ભીલોડાથી ૨૦ કિ.મી દુર અસ્તિત્વમાં છે.

મેશ્વો નદીના કિનારે એ જમાનામાં અનેક ટેકરીઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાંની એક ટેકરીનું નામ ‘ભાજરાજાનો ટેકર’નામે વિયાત હતો . ભોજરાજાનોટેકરો’ અને તેની આસપાસની જમીન એ સમયના બૌદ્રિક સાધુઓ માટે વિહાર માટેનો વિસ્તાર હતો. સ્તુપની ઉંચાઇ ૮૫ ઇંચ હતી અને એની બાજુબાજુના બૌદ્રિષ્ઠ સાધુઓના રહેઠાણ માટે ૩૬ રૂમો હતી.સંશોધન દરમ્યાન ઝવેરાત રાખવાના બે દાબડાઓ મળી આવ્યા હતા. એમાં એક દાબડા ઉપર સંસ્કૃતમાં આલેખાયેલુ હતુ કે ‘આ બાંધકામની ડિઝાઇન અગ્નિવર્મા સુદર્શને તૈયાર કરી હતી અને તેનું બાંધકામ રૂદ્રસેન નામના રાજાએ કરાવ્યુ હતુ’. એ સમયનું એ સર્વોત્તમ સ્તુપ ક્ષત્રેય સમયનું હતુ. આવા સ્તુપો સિંધ (ભારત પહેલાનો પૂર્વ પ્રદેશ) અને તક્ષશિલામાંથી પણ મળી આવ્યા હતા.

આ સ્તુપો ઉપર દૅષ્ટિપાત કરતાં જણાય છે કે એ સમયનું બાંધકામ વિજ્ઞાન કેટલુ પ્રગતિશીલ અને મહાન હતુ. સ્તુપની આજુબાજુમાં બૌધ્ધિષ્ઠ વખતની ૨૭૨ લોખંડની વસ્તુ મળી આળી હતી.જે ત્રીજી સદીનું હોવાનું મનાય છે. અહીથી એ સમયના માટીના વાસણો ,ચિત્ર ધરાવતા પથ્થરો વગેરે પ્રાપ્ત થયા હતા.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ અમદાવાદ (123 કિલોમીટર) છે.

ટ્રેન દ્વારા

નડિયાદ થી મોડાસા વચ્ચે દૈનિક લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

દેશના અન્ય મુખ્ય શહેરોમાં શામળાજીથી નિયમિત બસો છે. બસ સ્ટેશન: શામળાજી