બંધ કરો

જિલ્લા મધ્યાહન ભોજન કચેરી

મુખ્ય કામગીરી:

 1. બાળકોને ગરમ રાંધેલો ખોરાક પુરો પાડવો.
 2. બાળકોનું પોષણ સ્તર વધારવું.
 3. ગરીબ બાળકોનો શાળામાં હાજરીનો દર વધારવા, નિયમિત શાળાએ આવવા તથા શાળાકિય પ્રવ્રુત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.
 4. બાળકોનો શાળા છોડવાનો દર ઘટાડવો.
 5. નવા મેનુના અસરકારક અમલીકરણ પર દેખરેખ.
 6. યોજનાના અસરકારક અમલીકરણ માટે મધ્યાહન ભોજન યોજના ના કેન્દ્રોની તપાસણી સરકારશ્રી ની મહત્વાકાંક્ષી.
 7. “દૂધ સંજીવની યોજના” નુ મોડાસા તાલુકામાં અમલીકરણ કે જેમાં બાળકોને ૨૦૦મિલિ/દિન ઇલાઇચી અને મેંગો ફ્લેવરનુ દૂધ અઠવાડિયામાં ૫ દિવસ બાળકોને આપવામાં આવે છે.
 8. મધ્યાહન ભોજન યોજના સંદર્ભે થયેલ ખર્ચની વિગતો તાલુકા પાસેથી મેળવી કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગરની કચેરીએ મોકલી આપવી.
 9. ડી.સી. બિલની તપાસણી તથા એ.જી.શ્રીની કચેરી, રાજકોટને મોક્લી આપવા.
 10. એમ.આઇ.એસ પર ડેટા એંટ્રી.
 11. પગારબિલ તથા કંટીજંસી બિલ બનાવવા.
 12. લાભાર્થી બાળકોની સંખ્યા આધારે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોને ઘઉં, ચોખા તથા અન્ય આવશ્યક તુવરદાળ, ચણાદાળ, મગદાળ, દેશી ચણા તથા કપાસિયા તેલ નો જથ્થો પુરો પાડવો.
 13. એફ.સી.આઇ. અમદાવાદ, તથા જિલ્લા નાગરીક પુરવઠા નિગમ, પાટણને બિલોનું ચુકવણું.
 14. જિલ્લા કક્ષાની ૧ જિલ્લા કો-ઓર્ડીનેટરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.
 15. તાલુકા કક્ષાની ૭ મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઇજરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.

સંપર્કની વિગતો:

જિલ્લા એમ.ડી.એમ. કચેરી, જિલ્લા સેવા સદન, અરવલ્લી.
ફોન નં: 02774-250210
ઇમેલ : mdmarvmodasa[at]gmail[dot]com