બંધ કરો

જિલ્લા આયોજન કચેરી

જિલ્લા દ્વારા કરવામાં આવતી એકંદર પ્રવૃત્તિઓ

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ જોગવાઈઓ જેવી કે ૧૫%વિવેકાધીન સામાન્ય/ખાસ અંગભૂત,૫%પ્રોત્સાહક,વિવેકાધીન નગરપાલીકા,જિલ્લા વહીવટી હસ્તક (કલેકટરશ્રી)/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષા, ૪૯-વિકાસશીલ તાલુકા,રાષ્ટ્રીય પર્વ,આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(એ.ટી.વી.ટી.)ધારાફંડ, સંસદ ફંડ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ(બી.એ.ડી.પી.),અંતર્ગત જોગવાઇની પ્રાથિમક મંજૂરી તથા સક્ષમ કક્ષાએથી રજૂ કરેલ તાંત્રિક મંજૂરીની ચકાસણી બાદ વહીવટી મંજૂરી,ગ્રાન્ટે ફાળવણી,ગ્રાન્ટ્ના હિસાબોની કામગીરી,અમલી કરણ અઘિકારીશ્રીઓ પાસેથી કંમ્પકલીશન સર્ટીફીકેટ મેળવી બચત રકમ જમા કરાવવા અંગેની સંપૂર્ણ કામગીરી જીલ્લા આયોજન કચેરી મારફત કરવામાં આવે છે.
વઘુમાં, પવિત્ર યાત્રાઘામ અને પ્રવાસન હેઠળ યોજનાની કામગીરી સાથે માનવ વિકાસ સૂચકાંકો તૈયાર કરવા જિલ્લા તથા તાલુકા કક્ષાનો પ્લાન તૈયાર કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૮  – ૨૦૧૯ માં કરવામાં આવેલ કામગીરી

વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ ફાળવણી 15% વિવેકધિન જનરલ રૂ. 742.5 લાખ, 15% વિવેકધિન ટીએએસપી રૂ .45 લાખ, 15% વિવેકધિન એસસીએસપી રૂ. 70.00 લાખ અને 5% પ્રોત્સાહન યોજનાઓ 17.50 લાખ હાથ ધરવામાં આવી.
જિલ્લા કક્ષા જોગવાઈમાં જિલ્લામાં આવેલા બે કે તેથી વધુ તાલુકાઓને લાભ કરતી સિંચાઈ, પાણી, ગટર, વિજળીકરણ, રસ્તાના કામો આરોગ્ય સેવાઓ વગેરે હાથ ધરવા માટે કુલ રૂ.૧૫૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો માટે કલેકટરશ્રીના હસ્તક રૂ.૫૦.૦૦ લાખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તક રૂ. ૫૦.૦૦ લાખ તેમજ દરેક નગરપાલિકા હેઠળ 25.00 લાખ આમ કુલ રૂ. ૧૫૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

  1. સ્થાનિક અગત્ય ધરાવતા સામુહિક વિકાસના કામો અંગેના કાર્યક્રમ હેઠળની (ધારાસભ્યની ગ્રાન્ટમાં) કુલ– ત્રણ ધારાસભ્યશ્રી ઓને રૂ.૪૫૦ લાખની (ગ્રાન્ટ) ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. એમપીએલએડીએસ (સંસદ ફંડ) જોગવાઈમાં વિકાસના કામો માટે(૧)સંસદ સભ્યશ્રીને રૂ.૫૦૦.૦૦ લાખ તેમજ (૨) સંસદ સભ્યશ્રી (રાજ્યસભા)ને મુદત પૂરી થતા રૂ.૫૦૦.૦૦ લાખ, આમ કુલ –રૂ.૯૫૦.૦૦ લાખની ગ્રાન્ટ ફાળવણીની જોગવાઈ કરવામાં આવેલ છે.
  2. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એ.ટી.વી.ટી.) સામાન્ય જોગવાઈમાં રૂ. 856.00 લાખ અને રૂ. 64.00 લાખ એટીવીટી શેડ્યૂલ જાતિ યોજના માટે અને સંબંધિત પ્રાંત અધિકારીને એસટી શેડ્યૂલ કાસ્ટ યોજના માટે રૂ. 155.00 લાખ ફાળવેલ છે .
  3. રાષ્ટ્રીય પર્વ યોજનામાં ૨૬ મી જન્યુઆરી તેમજ ૧૫ મી ઓગસ્ટના દિવસે જીલ્લા કક્ષા પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં, જિલ્લા કક્ષાની ઉજવણી માટે રૂ.૨૫.૦૦ લાખ તેમજ બાકીની અન્ય તાલુકા માટે પસંદ કરાયેલ ગામો પૈકી એક ગામને રૂ.૫.૦૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.આમ કુલ રૂ.૫૦.૦૦ લાખની ગ્રાન્ટ રાષ્ટ્રીય તહેવાર માટે ફાળવેલ છે .

માનવ સૂચકઆંકમાં વર્ષ:૨૦૧૮-૧૯ માં તમામ તાલુકાનો માનવ વિકાસ પ્લાન (THDP)બનાવવામાં આવેલ છે.

અ.ક્ર. જોગવાઇનું નામ મળવાપાત્ર રકમ (રૂ.લાખમાં)
1. વિવેકાઘીન જોગવાઇ 1157.5
2. પ્રોત્સાનહક જોગવાઇ 17.50
3. ઘારાફંડ 450.00
4. સંસદફંડ 500.00
5. ૪૯ વિકાસશીલ તાલુકા N.A
6. બી.એ.ડી.પી. N.A.
7. રાષ્ટ્રીય ૫ર્વ 100.00
8. એ.ટી.વી.ટી. 1075.00
કુલ   3300

સરનામું: જિલ્લા આયોજન કચેરી,જિલ્લા સેવા સદન, મોડાસા,અરવલ્લી, ગુજરાત – 383315
ફોન નંબર: 02774-250217
ઇમેઇલ:

  1. dpoarvalli@gmail.com
  2. dpo-arv@gujarat.gov.in