બંધ કરો

ઇતિહાસ

અરવલ્લી જિલ્લાની નવરચના અગાઉ તે સાબરકાંઠા જિલ્લાનો ભાગ હતો તથા સાબરકાંઠા જિલ્લો અગાઉ બ્રિટીશ શાસન હેઠળની મહીકાંઠા એજન્સીનો ભાગ હતો. સરકારશ્રીના તારીખ ૧૩/૦૮/૨૦૧૩ ના જાહેરનામા ક્રમાંક GHM/2013/69/M/PFR/102013/139/2-1, તા.૧૩.૦૮.૨૦૧૩ થી અરવલ્લી જિલ્લો તા.૧૫.૦૮.૨૦૧૩ની અસરથી અસ્તિત્વમાં આવેલ છે. અરવલ્લી જિલ્લામાં કુલ ૦૬ તાલુકાઓનો સમાવેશ થાય છે- મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ. જિલ્લાનું મુખ્ય મથક મોડાસા ખાતે રાખેલ છે. અરવલ્લી જિલ્લામાં બે ટ્રાયબલ તાલુકાઓનો સમાવેશ થાય છે- (૧) મેઘરજ અને (૨) ભિલોડા. સાથેજ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા “અરવલ્લી” જિલ્લામાંથી પસાર થાય છે.