• સોશીયલ મિડીયા લિંક્સ
  • સાઈટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ કરો

શામળાજી મંદિર

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ ૧૫૦૦ વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે. 

યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ અમદાવાદ (123 કિલોમીટર) છે.

ટ્રેન દ્વારા

નડિયાદ થી મોડાસા વચ્ચે દૈનિક લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

દેશના અન્ય મુખ્ય શહેરોમાં શામળાજીથી નિયમિત બસો છે. બસ સ્ટેશન: શામળાજી