બંધ કરો

ઝાંઝરી ધોધ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે.બાયડથી આશરે ૧૨ કિ.મી.દૂર બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય સ્થળ આવેલ છે.

આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. તદઉપરાંત આ સ્થળે ગંગામાતાનું મંદિર આવેલ છે કે જયાં ભુતકાળમાં ૨૪ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો.

વાત્રક નદી પર આવેલા આ ધોધને નિહારવા માટે અમદાવાદ-ગાંધીનગર-મહેસાણાથી પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે.ખાસ કરીને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે આ સંખ્યા નોંધપાત્ર વધારો જોવા મળે છે.આ ધોધની નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાં થયેલ ધોવાણના કારણે પથ્થરની અંદર થયેલ બખોલમાં પાણી ભરાઇ રહે છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ અમદાવાદ (100 કિલોમીટર) છે.

ટ્રેન દ્વારા

નડિયાદ થી મોડાસા વચ્ચે દૈનિક લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

દેશના અન્ય મુખ્ય શહેરોમાં બાયડથી નિયમિત બસો છે. બસ સ્ટેશન: બાયડ