બંધ કરો

જોવાલાયક સ્થળો

શામળાજી મંદિર

શામળાજી મંદિર

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે.

આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ ૧૫૦૦ વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે.

યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે.

દેવની મોરી

દેવની મોરી

દેવની મોરી શામળાજીથી બે કિલોમીટરના અંતરે અને અરવલ્લી જિલ્લાના ભીલોડાથી ૨૦ કિ.મી દુર અસ્તિત્વમાં છે.

મેશ્વો નદીના કિનારે એ જમાનામાં અનેક ટેકરીઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાંની એક ટેકરીનું નામ ‘ભાજરાજાનો ટેકર’ નામે વિયાત હતો . ‘ભોજરાજાનોટેકરો’ અને તેની આસપાસની જમીન એ સમયના બૌદ્રિક સાધુઓ માટે વિહાર માટેનો વિસ્તાર હતો.

સ્તુપની ઉંચાઇ ૮૫ ઇંચ હતી અને એની બાજુબાજુના બૌદ્રિષ્ઠ સાધુઓના રહેઠાણ માટે ૩૬ રૂમો હતી. સંશોધન દરમ્યાન ઝવેરાત રાખવાના બે દાબડાઓ મળી આવ્યા હતા. એમાં એક દાબડા ઉપર સંસ્કૃતમાં આલેખાયેલુ હતુ કે ‘આ બાંધકામની ડિઝાઇન અગ્નિવર્મા સુદર્શને તૈયાર કરી હતી અને તેનું બાંધકામ રૂદ્રસેન નામના રાજાએ કરાવ્યુ હતુ’. એ સમયનું એ સર્વોત્તમ સ્તુપ ક્ષત્રેય સમયનું હતુ. આવા સ્તુપો સિંધ (ભારત પહેલાનો પૂર્વ પ્રદેશ) અને તક્ષશિલામાંથી પણ મળી આવ્યા હતા. સ્તુપની આજુબાજુમાં બૌધ્ધિષ્ઠ વખતની ૨૭૨ લોખંડની વસ્તુ મળી આળી હતી.જે ત્રીજી સદીનું હોવાનું મનાય છે. અહીથી એ સમયના માટીના વાસણો ,ચિત્ર ધરાવતા પથ્થરો વગેરે પ્રાપ્ત થયા હતા.

 

 

 

 

ઝાંઝરી ધોધ

ઝાંઝરી ધોધ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે. બાયડથી આશરે ૧૨ કિ.મી.દૂર બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય સ્થળ આવેલ છે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.  વાત્રક નદી પર આવેલા આ ધોધને નિહારવા માટે અમદાવાદ-ગાંધીનગર-મહેસાણાથી પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે.ખાસ કરીને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે આ સંખ્યા નોંધપાત્ર વધારો જોવા મળે છે.